Ambulance

ચોમાસાની સાંજ હોય. એકદમ ઠંડુ વાતાવરણ હોય. સરસ પવન વાતો હોય. વરસાદના ઝીણા છીંટા આપણને વ્યસ્તતાથી ખેંચીને કુદરતના પ્રેમમાં પાડવા મથતા હોય. ત્યારે ચોમાસું ખરેખર આલહાદક બની જતું હોય છે. આવી જ એક સાંજની વાત છે.

અમદાવાદની ચોમાસાની સાંજ. બધા પોત પોતાના કામ-ધંધેથી ઘરે જતા હતા. ખાણીપીણી બજારમાં પોતાની જગ્યા પર ઠેલા અને લારી વગેરે લાગવાની જહેમત થઇ રહ્યી હતી. આખા દિવસના અંતે ભેગા થયેલા મિત્રો ચા ની ચૂસકી લગાવી રહ્યા હતા. દાળવડાની લારી સૌથી ખ્યાતનામ સ્થળ હોય એમ ત્યાં ભીડ લાગેલી હતી. ‘અમદાવાદી ખાવાના બાબતે ક્યાંય પાછા ના પડે’ એ વાતની પૃષ્ટિ પણ કરવી ન પડે એવી સ્થિતિ નજરે પડી રહી હતી. નદીથી પડેલા અમદાવાદના ફાંટાને જોડતા પુલો(Bridge) અને એની સાથે સંકળાયેલો આપણો Riverfront પર લોકોની અવરજવર રોજની જેમ જ હતી. રસ્તા પરથી જતા વાહનચાલકો ખાડાથી બચાવીને વાહન હાંકવાની રમતમાં મશગુલ હતા. કારણ કે આ વખતે અમદાવાદના રસ્તાપર રસ્તો કેહવાય એટલો રસ્તો પણ નહોતો. ખાડા પુરાણમાં સ્પષ્ટ લખેલું જ છે કે જયારે જયારે અમદાવાદમાં ચોમાસું બેસશે ત્યારે ત્યારે તેના પર પડવા વાળા ખાડા સમય જતા વધતા જશે. આ વિધાનને ખરું સાબિત કરવા માટે રોડ બનાવાવાળા કોન્ટ્રેકટરે કોઈ કસર બાકી મૂકી નથી.

હું પણ મારા વાહનને ક્યારેક ખાડા પડેલા રસ્તા પરથી તો ક્યારેક ફક્ત ખાડાવાળા રસ્તાપરથી ચલાવી રહ્યો હતો. ઉસ્માનપુરાથી વાડજ (આશ્રમરોડ) તરફ જવા વાળા રસ્તા પર, વાડજ બસટર્મિનસ સહેજ પહેલા, એક ભૂવો પડ્યા હોવાના કારણે ત્યાં સહેજ ટ્રાફિક હતો. મારા હેડફોનમાંથી રેડિયો પર ચાલી રહેલા ગીતોનો આનંદ માણતા માણતા હું એ ટ્રાફિક તરફ ધસી રહ્યો હતો. આ બધી સાહજિક વાત હતી.

એટલામાં એક Ambulanceના સાયરનનો અવાજ મારા કાને પડ્યો. મારા બાઈકના મિરરમાં હું જોઈ શકતો હતો કે Ambulance અમારા જ રસ્તે આવી રહી હતી. RTO act પ્રમાણે આપણે રસ્તા પરથી પસાર થઈ રહેલી Ambulance કે Fire van એટલે કે emergency vehiclesને side આપી તેને રસ્તો આપવો કે પછી આપણું વાહન રસ્તાની ડાબીબાજુ પર ઉભું કરી દેવું એવી જોગવાયી છે. મારી લગોલગ પાછળ જયારે Ambulanceના હોર્ન સંભળાયા ત્યારે હું પેલા ભુવાના કારણે થયેલા ટ્રાફિકમાં અટવાયેલો હતો. હવે મને એવો વિચાર આવ્યો કે જો હું મારું વાહન sideમાં કરીશ તો ટ્રાફિક વધશે એટલે હું આ ટ્રાફિકમાંથી નીકળું એટલે Ambulanceને આપોઆપ રસ્તો મળી જશે. હજી હું ટ્રાફિકમાં જ અટવાયેલો હતો પણ પાછળથી હોર્નનો અવાજ વધવાના કારણે મેં મારો વિચાર માંડી વાળ્યો અને Ambulanceને જવા માટે મારું વાહન ડાબે લીધું. મારા વિચારવામાં 10 સેકંડ અને બાઇક sideમાં લેતા 5 સેકંડ મેં બગડ્યા અને જેમ મેં વિચાર્યું હતું તેમ ટ્રાફિક વધી ગયો. તેમ છતાં Ambulanceનો રસ્તો સહેજ clear થયો હતો. હવે Ambulanceની આગળ મારા વાહનની જગ્યા એ બીજું વાહન હતું. Honda AMAZE!! એકાદ મિનીટ માટે Ambulance હોર્ન વગાડતી રહી. આગળથી રસ્તો થતા Honda AMAZE આગળ વધી અને એની પાછળ Ambulance પણ વધી. હજી કારચાલકે Ambulanceને રસ્તો આપ્યો નહોતો. વધુ હોર્ન વાગતા એને પોતાની કાર સહેજ ડાબે લીધી અને Ambulanceને side આપી. હવે Ambulanceની સામે કદાચ બીજું એક વાહન હતું.

એક સામાન્ય વાત જેવી વાત કે Ambulanceને side આપવી. આપણને આ વાતની જાણ હોવા છતાં આપણે એવું માનીએ છીએ કે આપણા વાહનને side મળશે કે તરત આપણે Ambulanceને side આપી દઈશું. એવું વિચારવામાં આપણે થોડીક ક્ષણો ગુમાવીએ છીએ અને પછી નાછુટકે જ્યાં હોઈ છીયે ત્યાંથી જ side આપી દઈએ છે. મોટા ભાગના વાહનચાલકોની આવી માનસિકતાના કારણે કેટલીયે Ambulance સમય પર પહોંચતી જ નથી. કોણ જાણે કેટ-કેટલા વાહનચાલકોને પસાર કરીને આ Ambulance જતી હશે???!

આ સમસ્યા ગંભીર ત્યારે ન થવી જોઈએ જયારે આપણું કોઈ Ambulanceની અંદર હોય!! તેના પહેલા જ સમસ્યાને સમજી તેનો ઉપાય કરવો. જેમ કે side આપવાના વિચારમાં સમય ન બગાડતા તરત જ વાહનને sideમાં લેવું.

બધા જ વાહનચાલકો Ambulanceને side આપવામાં સમય નથી લગાવતા. ઘણાખરાને  આ વાતની ગંભીરતા છે જે ખરેખર “જાગૃત વાહનચાલક” છે. આપણે પણ એક જાગૃત નાગરિક તરીકે આવી સાહજિક લાગતી પણ ખુબ જ ગંભીર વાતોને ધ્યાન રાખી તેનો અમલ કરવો. અને કરીશું જ.

જય જય ગરવી ગુજરાત.

Leave a Reply