જય જવાન. જય કિસાન. જય નૌજવાન.

Agar firdaus bar roo-e zameen ast,

Hameen ast-o hameen ast-o hameen ast.

 • Amir Khusrau

જો પૃથ્વી પર કોઈ સ્વર્ગ છે,

તે આ છે, તે આ છે, તે આ છે.

 • અમીર ખુશરો 

 

કાશ્મીર માટે લખાયેલી વિશ્વ વિખ્યાત આ પંક્તિઓ ખરેખર અદભુદ છે.

પણ જયારે વાસ્તવિકતાનો દોર પકડીએ છીએ  તો કંઈક વિરોધાભાસ જ જોવા મળે છે.

તાજેતરમાં જ થયેલી એક ૨૨ વર્ષના આર્મી લેફ્ટનન્ટ ઉમર ફૈયાજની શહીદી અને તે બહાદુર સૈનિકના જનાજા પર થયેલા  પથ્થરમારા જેવા નર્ક સમાન કૃત્યો ક્યાંથી સ્વર્ગની અનુભૂતિ  કરાવે.

 

કાશ્મીરમાં થઈ રહેલા પથ્થરમારામાં સૌથી મોટો વર્ગ યુવાનવર્ગ છે. પ્રશ્ન એવા પડે છે કે ગરીબ, બેરોજગાર પણ શિક્ષિત યુવાનો કેમ આવા અમાનવીય કૃત્યો કરવા જોતરાયા હશે?? આવા આતંક ફેલાવામાં એવો તો કેવો આનંદ મળતો હશે?? શું તેમનો કોઈ હેતુ સ્પષ્ટ કરવા માટે, પોતાના હકોની સલામતી માટે આતંક ફેલાવી રહ્યા છે ???

     ‘ના.’

કોઈપણ જાતના હેતુ વગર આ યુવાનો પથ્થરમારો કરી રહ્યા છે. આ તમામ લોકો આ ગુનાહિત પ્રવૃત્તિના વળતરમાં પૈસા મેળવે છે. ના કોઈ જાતિ કે ધર્મ ખતરામાં છે. ન તો આ કોઈ જેહાદ છે. પણ અમુક આતંકી સંગઠનો આ બધાનો એક વેપાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. માનવામાં ન આવે તેવો વેપાર. આતંકનો વેપાર.

આ બધી વાતો વાગોળીને કંઈ બદલાવાનું નથી. નથી કોઈ ફેર પડવાનો. પરંતુ આ બધામાં સૌથી મોટા સન્માનને પાત્ર એ બધા સૈનિકો છે જે ત્યાંની પરિસ્થિતિમાં તૈનાત છે. આ અમાનુષી, ઘૃણાસ્પદ કૃત્યો થયા પછી પણ તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે અને દેશની સેવા કરી રહ્યા છે. આ છે અદભુદ!!

ભાસ્કર જૂથના ગ્રુપ એડીટર કલ્પેશ યાગ્નિક ની કટાર ‘અસંભવની વિરુદ્ધ’ (તા: ૧૩/૦૫/૨૦૧૭)માં જેમણે યુવાનો માટે કેટલીક વાતો કહી છે. તેના મુદ્દાઓ અહીં તેમના જ શબ્દોમાં મૂકી રહ્યો છું. તેમની સંપૂર્ણ કટાર આજના     ‘દિવ્ય ભાસ્કર’ (તા: ૧૩/૦૫/૨૦૧૭; પા. નં: ૧૮) માં વાંચી શકો છો.

 

 

 • તમે નાનોઅમથો સંકલ્પ લો: કાશ્મીર સાથે સંબંધિત સુરક્ષા દળો સાથે જોડાયેલા સમાચારો જરૂર વાંચીશું. માત્ર એક-બે મિનીટ લાગશે.

 

 • તમે સોશિયલ મીડિયા પર છો જ. ફેસબુક, વ્હોટ્સેપ. ટિ્વટર. બસ એક પંક્તિ- સૈનિકોને સાથ આપવાની. કે ઉત્સાહ વધારવાની. અથવા તેમના પરિવારને હિંમત આપવાની. અથવા શહીદ પ્રત્યે ગર્વ પ્રકટ કરવાની. આપણા સૈન્ય અથવા અર્ધસૈનિક દળોની વીરતા-શૌર્ય-શક્તિને સલામ કરવાની. સંવેદના. પ્રશંસા. સમર્થન. એક પંક્તિ, બસ. એક પળ લાગશે.

 

 • તમે જો કલાકાર છો – અને નિશ્ચિત રીતે જ તમારામાંના મોટા ભાગના છે જ – તો ભલે મહિના-બે મહિના લાગી જાય, તમારી કલાનો થોડો સમય સેના, સીઆરપીએફ, બીએસેફ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, જમ્મુ-કાશ્મીર પોલીસને સમર્પિત કરો.

 

 • તમે દોરેલા ચિત્ર, તમે ખેંચેલી તસવીર, પેઇન્ટિંગ, તમારી પ્રસ્તુતિ, અભિનય, નૃત્ય, સંગીત, ગીતનો નાનો સરખો ભાગ પણ ઓગળતા બરફમાં મોટા-મોટા પથ્થરોથી રોજ ચુપચાપ ટકરાઈ રહેલા રણવીરોને પવિત્ર પરાક્રમ પ્રદાન કરશે.

 

 • જો તમારી પાસે સશક્ત અવાજ છે- તો ઉઠો તત્કાલ, અને જોશ ભરેલા વિડીયો બનાવી નાખો.અને પોતાના તે નવયુવાન સાથીને આપો જે યુટ્યુબ પર ઘણો સમય લગાવે છે. અનેક હશે. હોઈ શકે છે. લાખો યુવાન-યુવતીઓ તેને જુએ અને હજારો પોત-પોતાના અવાજમાં આપણા સૈનિકોના સાહસને વધારે ,નવા વિડીયોને બનાવીને.

 

 • અને તમે ફોટોગ્રાફીમાં રસ ધરાવો છો- તો એવો કોઈ પણ ફોટો જે તમને લાગે – સૈનિકોને પ્રસન્નતા આપશે- અપલોડ કરો. વિશ્વાસ કરો, નક્કી શૈલીમાં ખેંચાયેલ ફોટો – તે સ્પંદન પેદા નથી કરી શકતા જે કરવા જોઈએ . તેથી, દેશવાસી વંચિત રહી જાય છે શહીદોની ગૌરવ-ગાથાથી.

 

 • ગૌરવ-ગાથાથી યાદ આવ્યું કે જો તમે વાર્તા લખો છો અથવા ક્યાંક મીડિયામાં તમે કોઈ જવાનની કહાણી વાંચી છે તો તેને પોતાના નવા-નવા મિત્રોને સંભળાવો. લખી શકો છો – તો પ્રાપ્ત અને જાણીતા તથ્યો પર બનાવો. નવી પેઢી જ નહીં, વયોવૃદ્ધ પણ વાર્તા રસપૂર્વક વાંચી જાય છે. ભલેને રોજ પાંચ-દસ પંક્તિઓ જ કેમના લખો.

 

 • શું એમ ના થઇ શકે કે તમારા ક્લાસનો પ્રથમ તાસ- એટલે કે શરૂઆત – માત્ર વીસ-પચ્ચીસ પંક્તિઓમાં કાશ્મીરના કોઈ સૈનિકના શૌર્ય સમાચારથી શરૂ થાય અથવા કેન્ટીન પહેલા. પરસ્પર જ.

 

 • સાંભળવાથી યાદ આવ્યું – શું તમે ગૂગલ સહાયક કે આઈફોન-આઇપેડમાં કંઈ સાંભળો-પૂછો છો તો શા માટે તેમને કાશ્મીરના સવાલ પૂછીએ વિચિત્ર અથવા ખોટો જવાબ મળવા લાગશે – તો તમને જાતે ખબર પાડવા લાગશે કે ડિસઇન્ફોર્મેશન ફેલાવાય છે.

 

 • ડિસઇન્ફોર્મેશન એટલે ક અર્ધસત્ય અથવા અડધું જુઠ્ઠાણું ચારેય તરફ છે . પણ જો તમે અભ્યાસ પૂર્ણ કરી અને, કામ શરુ કરી રહ્યા છો- તો તમારે એક પળ આ ડિસઇન્ફોર્મેશન પાછળ જરૂર આપવી જોઈએ.

 

 

મુદ્દા અને કટારથી એક વિચારનું બીજ વાવી શકાય. પણ વિચારનું આચારમાં પરિવર્તન કરવા માટે તેના પર કાર્ય કરવું જરૂરી છે. અને એટલે જ આ વિચારને અમલમાં મુકવા આપણે સક્ષમ પગલા લઈશું.

આપણે સૈનિકો માટે તેમની સાથે સાથે  લડી તો ન શકીએ પણ આપણે એમના ઉત્સાહને, તેમના શૌર્યને, તેમના ગૌરવને  જીવંત રાખવા આપણાથી બનતા બધા પ્રયાસો કરીશું. અને કરીશું જ.

 

જય હિન્દ.

Leave a Reply