અને સ્ત્રીનું માસિકચક્ર…!

આખા વિશ્વની રચના કોણે કરી..?

તો જવાબ મળશે … “ભગવાને..!”

તો પુરુષ કોણે નિર્માણ કર્યા..?

ભગવાને..

સ્ત્રી કોણે નિર્માણ કરી….?

ભગવાને…!

તો સ્ત્રીને આવતું માસિક ચક્ર કોને નિર્માણ કર્યું…?

ભગવાને જ ને … ?

જો ભગવાનને માસિકચક્ર ગમતું નથી તો તેણે સ્ત્રીને એ આપ્યુ જ શા માટે…?

 

માસિક ચક્ર એટલે શું….? ગર્ભ ધારણ ન થવાથી શરીરમાંથી બહાર કાઢવામાં આવતી ગર્ભની અંતત્વચા…!

ગર્ભ ધારણ ન થાય તો દર મહિને સાધારણ 5 દિવસ આ ક્રિયા થાય છે જેને આપણે માસિક ચક્ર કહીએ છીએ…!

 

હવે માસિકચક્ર માં જે રક્ત બહાર પડે છે તે અશુદ્ધ હોય એવી એક ગેરસમજ છે કાં તો આ કાળ દરમિયાન સ્ત્રીઓ નેગેટીવ એનર્જી બહાર નાખતા હોય છે…… આવો એક ફાલતું ગેરસમજ છે…..

ખરેખર તો દર મહીને ગર્ભાશય તૈયાર થાય અને ગર્ભ ધારણ ન થવાને કારણે તે બહાર નખાતું હોય છે…. તો આ અશુદ્ધ કેવી રીતે હશે….?

ઊંધું જ્યાં બાળકનું 9 મહીના અને 9 દિવસ ઉછેર થવાનું છે તે જગ્યા એ શરીરનું શુદ્ધ રક્ત હશે ને..?

કે અશુદ્ધ હશે…?

 

ઝાડને ફૂલ આવે અને તે ફૂલનું ફળ થાય…..

આપડે ઝાડના ફૂલોને ભગવાનને ચઢાયીયે છીએ…..કારણ કે ભગવાનને ફૂલો ગમે છે…

સ્ત્રીને માસિકચક્ર આવે છે…..અને એટલે ગર્ભધારણ થાય છે…

એટલે માસિકચક્ર જો ‘ફૂલ’ હોય તો ગર્ભધારણ એ ‘ફળ’ થયું…!

ભગવાનને ઝાડનું ફૂલ ચાલે તો માસિકચક્ર કેમ નહિ…?

માસિકચક્રમાં હોય એવી સ્ત્રીનો સાદો સ્પર્શ પણ ચાલતો નથી…?

ક્યારેક ક્યારેક તો ઘરમાં જયારે કોઈ ધાર્મિક કાર્યકમ હોય તો ગોળીઓ ગળીને  માસિકચક્ર આગળ ધકેલે છે…

કે જે સીધે-સીધું પ્રકૃતિના વિરુદ્ધ જવું છે….

અને આનો ત્રાસ તેણીને જ થાય છે….

 

મૂળમાં પ્રોબ્લમ જે છે ને તે પુરુષી માનસિકતામાં છે…

તેણી પર હક્ક જમાવવો જોઈએ એવા પુરુષી અહંકારનો છે અને તે કરતા વધારે સ્ત્રીની પોતાની માનસિક ગુલામગીરીમાં છે….

આ વાતને આપડે ક્યારેય ખુલીને અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોયી જ નથી…!

માસિકચક્ર એ સ્ત્રીની કમજોરી ન હોઈ પ્રકૃતિએ સ્ત્રીને આપેલી આ વધારાની શક્તિ છે કે જે તેને ‘માં’ બનવાનું સુખ પર્યાપ્ત કરે છે…

અને કોણ છે આ ફાલતું જાનવર કે જે કહે છે ‘સ્ત્રીને માસિકચક્ર દરમિયાન મંદિરમાં પ્રવેશ નથી…’

સ્ત્રીનું ગર્ભાશય એટલે લાગ્યું શું તમને ..? કોણ એ જાનવરો કહે છે કે 10-10 બાળકોને જન્મ આપો..!

અરે એક સગર્ભાવસ્થામાં સ્ત્રીની શું હાલત થાય છે ને એ જઈને ‘તમારી માં’ ને પૂછો…

પેટની ડુંટીથી લઈને છાતી સુધી 9 મહિના 9 દિવસ સ્ત્રીએ એક નવો જીવ ઉછેરવાનો…..તેને જન્મ આપવાનો….તેનું ભરણ પોષણ કરવાનું….

અને આટલું બધુ કરીને પણ બાળકના નામમાં માંનો એકપણ ઉલ્લેખ નહિ …!

 

મૂળમાં જે ગડબડ છે ને તે આ સડી ગયેલા મગજની…!

પશ્ન છે તે

સ્ત્રીને ફક્ત ભોગવસ્તુ તરીકે જોવાવાળી અહીની સડી ગયેલી પુરુષી માનસિકતાની…!

 

અને વધારે ગરબડ છે તે “તેણીમા” જ છે, કારણ તે પોતેજ સમજી લેતી નથી ….તે કુટુંબના ભલામા એટલી હદે ખોવાયી જાય છે કે તેને આ બધી વાતો પર સીધો વિચાર કરવા માટે પણ ફુરસત નથી…

 

આ બધું ચાલે છે… એનું કારણ છે કે “તેણી” ચુપ છે.. તેણી વિદ્રોહ કરતી નથી…. તે બધું શાંતિથી સહન કરે છે…

 

ગરજ છે તેણીએ વિદ્રોહ કરવાની…..

અહીની દંભથી ભરેલી વાસ્તવિકતા વિરુદ્ધ….

અહીની સડી ગયેલી પુરુષી માનસિકતા વિરુદ્ધ…

અહીના ધર્મના આડંબર વિરુદ્ધ….

 

અને ગરજ છે તેને ….

તેણીને સમજી લેવાની….

તેણીના માસિકચક્રને સમજી લેવાની …

તેણીની લાગણીઓને સમજી લેવાની….

અને આ વિદ્રોહમાં એટલા જ ભાવથી ‘તેણીને’ મદદ કરવાની…!

તેણીને ‘માણસ’ તરીકે જોવાની….!

 

 

મિત્રો….

વિચાર તો કરશો…?

 

 

લેખક : વિનાયક હોગાડે

અનુવાદ : વિપુલ વીર  

3 Comments

  • richa May 5, 2017 Reply

    good topic

  • Hemant singh May 5, 2017 Reply

    It is so inspiring to that every single person who don’t try to understand how difficult to be a woman and I really appreciate for this article and mechanical engineers you rocked.

  • kinjal shah May 8, 2017 Reply

    good one..

Leave a Reply