અરે મર્દ …. કલ્પના તો કરી જો !

ચાલ મર્દ…

 

આજે થોડીક હટકે કલ્પના કરીએ…

 

 

ચાલ..! અરે મર્દ…ગભરાય છે કેમ…?

 

કલ્પના તો કરી જો…!

 

તારું લગ્ન ચાલુ છે….લગ્ન થયી રહ્યું છે…..હસ્તમેળાપ થયો…અને મંગળસુત્ર પહેરાયી રહ્યું છે…!

 

અહં…. તેણીના નહિ….તારા ગળામાં….!

 

અરે….મર્દ ..? આટલામાં જ મને મુર્ખ કહીને હસે છે શું કામ? મેં પહેલા જ કીધું હતું….

 

કલ્પના તો કરી જો..!

 

સંસારનું ગાડું શરુ થયું છે તારું…! ગળામાં મંગળસુત્ર… પગમાં વેઠલા….! અરે વાહ…. એ તારા માથા પરનું સિંદૂર પણ શું ઉઠીને દેખાય છે નહિ….

હા…! હવે આ બધાના કારણે અહીંના સમાજને સમજાય છે….કે તારા લગ્ન થયેલ છે…!

 

અરે… કલ્પના તો કરી જો…!

 

ચાલ મર્દ આવી કલ્પના કર….કે તને એક પાછળ એક એમ બે છોકરીઓ થયી છે..

 

પણ શું કરીશું…મર્દ છોકરો થતો નથી ને…! આડોશ-પડોશના બધા તને  હેરાન કરે છે… ઘરના તને છળે છે ..કારણ તેમને હવે ખ્યાલ આવે છે કે મર્દ તું જ જવાબદાર છે તને બે છોકરીઓ થવામાં..!

 

ઘરના છળે છે…ડગલે ને પગલે ખરેખરમાં બૂમો જ પાડે છે..

 

ફરી એક વાર તારી પત્નીને દિવસ ગયા છે…. અને બધા તારા પર રોષે ભરાયા છે… આ વખતે કુલ દીપક મર્દ જ જન્મવો જોઈએ…

 

કેમ….ડર લાગે છે..?

 

અરે કલ્પના તો કરી જો…

 

ચાલ હવે આવી કલ્પના કર….

 

રસ્તા પરથી ચાલી રહ્યો છે… એકલો જ …!

 

તડકો માથે છે… ખુબ તડકો છે…

 

અને તું ચાલી રહ્યો છે તે કાચા રસ્તા પરથી…

 

અને અચાનક જ કડાકા સાથે લાગે છે તને ઠેસ…! તું ગબડ્યો….અને એટલા માં જ તું તારી જાત ને સંભાળી લે છે….!

 

ઓ માં..! ફૂટ્યો છે પગનો અંગુઠો…ઉખડીને ઉપર આવ્યો છે નખ…રક્તની ધારા તે તાપી ગયેલી માટીમાં પોતાની રાહ શોધી રહી છે…

 

પણ મર્દ ખરેખર દુખાય છે કે…??

 

નહીં આતો મેં એવું સાંભળ્યું છે કે

 

‘મર્દ કો કભી દર્દ નહિ હોતા..’  એટલે પૂછ્યું..!

 

અરે સાદી ઠેસ વાગી કે જખમી થયો..? અરે…. કેટલો કણસી રહ્યો છે મર્દ..? ચચરે છે જખમ..?

 

પણ જો આ કરતા મોટી જખમ થયી તો..? ફક્ત શરીર પર નહિ તારા કઠોર.. અને શું તે..?

 

હાં..! ફોલાદી મન પર..?

 

હવે આટલી કલ્પના કરી જ છે તો…. જતા જતા છેલ્લી કલ્પના કર..!

 

મર્દ હવે છેલ્લી કલ્પના કરી તો જો…

 

પાછો તું રસ્તા પરથી જઈ રહ્યો છે.. અહં… ચિંતા ના કરીશ… હવે ઠેસ નહિ લાગે..!

 

રસ્તા પરથી જઈ રહ્યો છે… એકલો જ રોજ પ્રમાણે… સાધારણ રાતના સાડા નવ વાગ્યા છે..! રસ્તો જરા સુમસામ જ છે…!

 

અને અચાનક…

 

કેટલાક લોકો આવ્યા… મોઢા પર કપડું બાંધીને…

 

તેમણે તારી ગાડી અવરોધી….

 

તને ગાડી પરથી નીચે ખેંચ્યો….

 

તું જીવના જોરે બૂમો પાડી રહ્યો છે…. એટલામાં તેમનામાંથી એક વ્યક્તિએ તારા મોઢામાં કપડાનો ડૂમો મારીને બંદ કર્યું… અને બીજાએ તારા હાથ દોરાથી બાંધ્યા…!

 

તને જબરદસ્તી પેલા સુમસામ રસ્તા પરથી પાછા એક શાંત અમાનુષ જગ્યાએ ઓઢી-ખેંચી લાવ્યા… અને હવે માત્ર તે ચાર વ્યક્તિઓ પોતાના મોઢા પરના બાંધેલા કપડા કાઢી ફેંકી દીધા…

 

અને તું જુવે છે કે કોઈ ટપોરી કાળી-જાડી, નિર્લજ્જ ચાર સ્ત્રીઓ એ તને આ નીરવ શાંતિમાં ખેંચીને લાવ્યા છે… તું તે ચારેય ને એકીટશે જોવે એ પહેલા જ તેમાંની એક તારા પર તૂટી પડી… એકે તો ખરેખરમાં તને જોરથી નીચે દાબ્યું અને આડો પાડી દીધો… એટલામાં ત્રીજીએ તને તારા પત્નીએ જન્મદિવસ પર ગિફ્ટ કરેલ વાદળી ડ્રેસ જોરથી ફાડી નાખ્યો….

 

એકલીએ તારા પેન્ટ તરફ દોટ મૂકી છે..

 

તું પેલા બાંધેલા મોઢામાંથી પણ આર્જવ કરી રહો છે…

 

અવાજ વિનાની જોરથી ચીસો પાડી રહ્યો છે..

 

એટલી કે ગળાની નસો તંગ બની ગયી…

 

અને હવે પેલા લાલ આંખોમાંથી ભડભડ કરીને આંસુ વહી રહ્યા છે…

 

તારા હાથ તો પેલી નરાધમીઓ એ ક્યારના બાંધી દીધા છે…

 

કંઈ સુઝે અને કંઈ સમજણ પડે એના પહેલા તો તારી નગ્નતાનો પુરેપુરો ફાયદો ઉઠવાનો તેમણે શરુ કરી દીધો…!

 

બંને એ તને બરોબર પકડ્યો છે… તારા છૂટવા માટેના હિલચાલના પ્રયત્નો તેઓ મારી પાડે છે … તારા શરીરના એકેક હિસ્સા બાકી બંને એ વહેંચી લીધા છે…

 

એકલીજ તારી છાતી પર તૂટી પડી છે…

 

એકલીજ તારા લિંગથી ભીડવાની પ્રયત્ન કરી રહી છે …

 

તે કરી રહી છે ન કરવાની હરકતો..

 

તું અગતિક છે…. તને નથી જોઈતો તે ગંદો સ્પર્શ….. તે જાડા હોઠોના ચુંબન… તે ગંદી નજરે, વાસનાથી ભરેલી અને ખરાબ રીતે જોઈ રહેલી બાકી બેની આંખો…

 

તારા હલચલથી… અને પેલીઓના દબાવીને પકડવાથી….

 

થઇ રહ્યા છે તારા શરીર પર જખમો… કોતરાયી રહ્યા છે નખોડીયાના ઘાવ… અને ભરાયી રહ્યા છે બચકા…

 

તારી વેદનાની પરવા કર્યા વગર….

 

ગમે તેમ અને ગમે ત્યાં….

 

તેઓ એક પછી એક આવે છે.. વારાફરતી….

 

અને લયી રહ્યા છે તારા શરીરનો તાબો… આલટી-પલટીને..!

 

અને તારું લિંગ પણ અસહાય છે આ પ્રકૃતિ સામે…કે જે ગમે તે સ્પર્શથી ઉદ્યુક્ત થઈ ખંડિત થઈ રહ્યો છે….

 

તને ખબર પડી રહ્યી છે… તને જાણ થઇ રહી  છે…. તને નથી જોઈતું આ….

 

તારા મન વિરુદ્ધ છે આ…

 

પણ તું માત્ર અગતિક છે…. હારી ગયો છે… તે પરિસ્થિતિ સામે…. કે જે તારા પોતાપર બળાત્કાર કરી રહી છે…

 

જખમો કરી રહ્યા છે.. શરીર પર… અને તારા મન પર પણ..!

 

તેમ છતાં તું આજુબાજુ જોવાનો પ્રયત્ન કરે છે.. કોઈ છે ‘માણસ’…? કે જે મને મુક્ત કરશે…. મારા પરનો આ બળાત્કાર રોકશે….

 

તું તારું ગળું ફાડી રહ્યો છે…. આર્ત ભાવનાથી….જીવના જોરે ……

 

પણ સામેના ફક્ત હસી રહ્યા છે… મનમુરાદ…અને અયોગ્ય ભાવનાથી..!

 

હવે તને જાણ થયી ગયી છે… કે હવે કંઈ જ વધ્યું નથી … બધું પતિ ગયું છે… તારા પ્રતિકારનો કોઈ ફાયદો નથી….

 

તે હવે શરીર સોંપી દીધું છે તેમના હાથે… એ અગતિકતાથી….

 

તેઓ માત્ર તને મનભરીને ઉપભોગી રહ્યા છે… ગમે તેમ.. અને ગમે તેટલું…..

 

એકતો તારા લિંગનો પૂરતો ઉપભોગ કર્યો છે એમણે…

 

તે પણ હવે ક્યારનુંય ઢળી પડ્યું છે..

 

તે જ અગતિકતામાંથી….

 

શૂન્યાવકાશમાં ગબડ્યો છે તું…

 

તે ક્યારના નીકળી ગયા છે …!

 

તું માત્ર હવે વિચાર કરી રહ્યો છે…

 

આ શું થયું મારું…?

 

આ મારી જોડે જ કેમ…?

 

કોણ હતી એ નરાધમી..?

 

કે જેણે મારા પર જબરદસ્તી કરી ….

 

કે જેણે મારા પર બળાત્કાર કર્યો….?

 

સાચે જ ઉપભોગ્યો મને…?

 

શું લાયકાત રહી ગયી મારી…?

 

હવે આ ઘટનાથી ખલબલી જશે બધા….!

 

કદાચ ‘નિર્ભય’ તરીકે ઘોષિત કરશે મને…

 

અને કાઢશે મોટી નિષેધ રેલી…!

 

પણ તે ચાર નરાધમી પકડાશે ખરી….?

 

જો પક્ડાયી ગયા તો ગુન્હેગાર સાબિત થશે..?

 

તેમણે સજા થશે…?

 

પણ સજા થઇને પણ શું ઉપયોગ…?

 

મારું તો સ્વતવ લૂંટી લીધુ તેમણે…

 

શું અસ્તિત્વ વધ્યું મારું…?

 

બધું તો લૂંટી લીધું…!

 

શું કરવું મારે…?

 

શું કરવું મારે…?

 

શું કરવું મારે..?

 

અરે મર્દ… ભાનમાં આવ…

 

માણસમાં આવ…

 

માણસાયીમાં આવ….

 

અને આટલી કલ્પના તો કરી જો……!

 

 

લેખક : વિનાયક હોગાડે

અનુવાદ : વિપુલ વીર

Leave a Reply