સંબંધ : માનવી અને પ્રાણીનો

આમ તો મનુષ્ય પણ પ્રાણી જ છે. સામાજિક, બુદ્ધિશાળી એવા તો કેટકેટલા વિશેષણો વાળો પ્રાણી એટેલે જ ‘મનુષ્ય’.

વાત એમ છે કે હું અને અમારી Wenzy. અમે બંને ખુબ રમીએ, મસ્તી કરીએ, વાતો કરીએ. બહુ બધું કેહતી હોય એવી Wenzyની આંખો, એના લાંબા કાન, કાળું નાક, લવચીક અને ગુલાબી જીભ, અણીદાર દાંત અને આછો સુવર્ણ લાગતો એનો રંગ.

પહેલા તો મારી અને એની નહોતી બનતી. કેમકે મારી બીક જ મને એની પાસે જતા રોકતી. પણ ધીમે ધીમે રાહુલ અને હું એની જોડે રમવા લાગ્યા. રમતમાં મારી બીક નીકળી ગઈ અને એક એવો અણઆલેખાયેલો સંબંધ રચાયો.

હું જયારે તેના ઘરની આગળથી નીકળતો તો તેને અચૂક મળતો, વ્હાલ કરતો, તેના માથે હાથ ફેરવતો, કાન ખેંચતો. ફક્ત પાંચ મિનીટ કેમ ના હોય મારી પાસે!?

આ મારો પ્રેમ કહો કે જે લાગણી હોય તે, એજ સમજી શકશે જેની પાસે આ બધા અનુભવ છે એમના beloved one જોડેના.

ગઈકાલની જ વાત છે. હું અને પપ્પા મારી બાઈક પર બહાર જવા નીકળ્યા. હજીતો 50મીટર પર પહોંચ્યો તો ત્યાં અમારી Wenzy અને Tushar Sehgal ઉભા હતા.

હું મૂર્ખો મારી બાઈકને રોકવાને બદલે સહેજ દુર રાખવા ગયો પણ Wenzy માટે આવા કોઈ કારણો નહોતા. તે તો મને વ્હાલ કરવા કૂદી પડી. પણ મારી બાઈક અને એનો પગ લપેટાઈ ગયા. મેં બ્રેક મારી.

શી ખબર પણ અંદરથી ખુબ દુઃખ પહોંચ્યું. એવું થયું કે તરત જ Wenzyને દવાખાન લઇ જઈ તેને સારી કરી દઈએ.

Wenzy એનો પગ લઈને રોઈ રહી હતી. એ મૂક પ્રાણી એની વેદના પ્રગટ કરી રહ્યું હતું. પણ હું તો મૂક નહોતો તેમ છતાં મારું રુદન મારા મનમાં જ રૂંધાઇ ગયું!!

શક્ય હોય તો માફ કરજે, Wenzy.

૧૯/૬/૨૦૧૭

રાતના ૧૧ વાગ્યે.

Leave a Reply