આત્મહત્યા

આત્માની હત્યા એટલે ‘આત્મહત્યા’?

આમતો આત્મા અમર છે. તે ન તો જન્મે છે ન તો મૃત્યુ પામે છે એવો એક સામાન્ય ખ્યાલ છે. તો પોતાના દેહનું પોતાની ઈચ્છાથી ત્યાગ કરી દેવો, આ જીવી રહેલા જીવનનો અંત આણવો એટલે આત્મહત્યા?? કહેવાતી રીતે ઘણી જટિલ છે આત્મહત્યાની વ્યાખ્યા. જૈનો સંથારો કરીને જીવનનો સ્વેચ્છાએ બુઝાવી નાખે છે એ આત્મહત્યા છે? ભગવાન રામ સરયુ નદીમાં જલસમાધિ લઇ લીધી હતી એ આત્મહત્યા કહી શકાય? વિનોબા ભાવેએ અંતે જલઅન્નઔષધાદીનો સંપૂર્ણ ત્યાગ કરીને જીવનનો અંત લાવી દીધો હતો. એ આત્મહત્યા હતી? પણ એટલું જટિલ નથી જેટલું આપણે સમજીએ છીએ. એક ઉદાહરણ આપું.

 

એક ૧8 વર્ષનો યુવાન. એન્જિનિયરીંગના પ્રથમ વર્ષમાં જ એ યુવાનને ‘આત્મહત્યા’ કરવી હતી. જીવન ટૂંકાવી દેવું હતું. એક વિષયના સબમીશન ન થવાના વિચાર માત્રથી એ આ પગલું ભરવાનો હતો. એક દિવસ કોલેજથી પાછા ફરતી વખતે એ યુવાન પુલ પરથી કુદી જવાનો વિચાર લઇ ત્યાં ગયો. તે વિચારોમાં જ રહી ગયો અને પુલ ચાલતા ચાલતા પસાર થઇ ગયો. યુવાન બચી ગયો. જો એ યુવાન કુદી જાય તો એ કહેવાય ‘આત્મહત્યા’. એક નિયમિત ઉદાહરણ.

 

ઘણી હતાશામાં આવેલ માણસ ઉદ્વેગથી પીડાઈને પોતાનું જીવન ટૂંકાવી દે એટલે ‘આત્મહત્યા’. દરેક માનવીના જીવન દરમ્યાન ઘણી હતાશા, નિષ્ફળતા અને સાવ એવી સ્થિતિ આવતી હોય છે કે જીવવા માટેનું કારણ શોધવું અશક્ય થઇ પડે છે. ત્યારે ઘણા બધા રસ્તામાંથી લોકો ‘આત્મહત્યા’ના શરણે જતા હોય છે. એ વ્યક્તિ કોઈ વ્યવસાય કરતો હોય, ખેતી કરતો ખેડૂત હોય, મોટી કંપનીનો માલિક હોય કે કોઈ ગૃહિણી હોય.

 

જયારે પણ આવા કોઈ ક્ષણે ‘આત્મહત્યા’ કરવી જ છે એવું થઇ આવે ત્યારે થોભી જાઓ. મોટેથી પોતાનું નામ ઉચ્ચારો અને કહો કે તું કોઇપણ ભોગે ‘આત્મહત્યા’ નથી કરવાનો. એક વાર, બે વાર અને વારંવાર. બસ આટલું જ.

Leave a Reply