સમય, સંજોગો અને અસ્થિરતા

ભારતીય સંસ્કૃતિનો સૌથી પ્રિય તહેવાર એટલે દિવાળી. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. સરસ મજાનો કાળી ચૌદસનો દિવસ છે આજે. જે દિવસના નામની અમે આખું વર્ષ વાતો કરતા, ડરતા અને ડરાવતા. એ દિવસે અમે ખુબ રોમાંચ અનુભવતા અને અજબ-ગજબની વાતો કરતા. એકબીજાના ગામોની અને તેમના ત્યાં બનેલી ભૂતોની વાતો કરતા અને ખુબ ખુબ મજા કરતા. પરંતુ એ દિવસો હતા બચપણના અને બાળપણની નિખાલસતાના. જયારે દિવાળી એ માત્ર તહેવાર ના હોઈ એ હતી સ્કૂલમાં છુટ્ટી, મિત્રો સાથે રમવાની અને આખો દિવસ સાથે રહેવાની વૃત્તિ, નાની નાની રમતો અને મોટી મોટી વાતો કરવાનો સમય. ફટાકડા ફોડવા માટેની તત્પરતા; દિવાળીના દસ દિવસ અગાઉ તેને મેળવી લેવાની ચાહના, ચીપી ચીપીને ફોડતા ફટાકડા કે ખતમ ન થઇ જાય. કારણ કે દેવ દિવાળીની પણ એટલી જ આતુરતાથી રાહ જવાતી.

પણ હવે દિવાળી પણ એક સામાન્ય દિવસની જેમ પસાર થઈ રહ્યો હોય ત્યારે દેવ દિવાળીની શી વિસાત!? સમય બદલાયો છે, સંજોગો બદલાયા છે. લોકોની પ્રાધન્યતા બદલાયી છે. એમપણ પરિવર્તન એ સંસારની એક જ એવી વસ્તુ છે જે પરિવર્તન નથી પામતી. આ બધામાં વિશેષતઃ અનુભવાતી  હોય તે છે મનની અસ્થિરતા.

જ્યાં સુધી માણસ પરિવારમાં છે, સમાજમાં છે અથવા તો તેના મિત્રો સાથે છે ત્યાં સુધી તે ખુબ જ સ્વસ્થ રહી શકે છે. પણ હવે ઘરમાં પણ પાંચ મિનીટ માટે એકલા પડ્યા કે મનમાં વિચારોના વંટોળ ઉડશે. જેને શામવા એ કપરા ચઢાણ છે. આ ખુબ જ ઓછા અનુભવ કરી શક્યા હશે કારણ કે આપણી આ અસ્થિરતાને આપણે ONLINE આશરો શોધી લીધો છે. સતત વ્યસ્ત રહેવાની આદત નથી પણ બે મિનીટ એકલા પડી વિચારવા કરતા ONLINE રહેવું શું ખોટું? આપણી આવી જ કેટલીયે અસ્થિરતાનો સામનો ન કરવો પડે તે માટે Mobileનો આશરો લીધો છે અને એમાં પાછા Unlimited Data થી અને કદી ન ખતમ થનારી આપણી Timeline આપણને ખરેખરમાં ખુબ જ નિરાશ્રિત કરી મૂકી છે.

મારા મતે તો તહેવારનો, ઉત્સવનો મહિમા એટલો જ છે કે પરિવારની સાથે આવી, સમાજની કે મિત્રોની સાથે આવી તમે તમારા મનને આશ્રિત ન કરતા તેને પ્રેમ આપો. અને તે જ પ્રેમ તમારી નિયતિ છે.

સમય બદલાશે અને સંજોગો પણ બદલાશે. અસ્થિરતાને સ્થિર થતા વાર લાગશે તેમ છતાં સ્થિર તો કરવી પડશે ને ??!!

(વિક્રમ સવંત ૨૦૭૩ના આસો વદ ચૌદસના રાત્રીના ૧૧ વાગી ૩૦ મીનીટે લખાયેલો એક લેખ.)  

Leave a Reply