બે ભાઈ

પારસ (મોટો ભાઈ) અને હેતાર્થ (નાનો ભાઈ). મારા ઘરની સામેના ઘરમાં એક નાનું કુટુંબ છે. એ કુટુંબના આ બે બાળકો.

પારસ હવે પહેલામાં આવ્યો અને હજી હેતુ (હેતાર્થ)તો કાલુંવાલું કરતા માંડ શીખ્યો છે.

કેવું amazing લાગે નહી?? જયારે આપડો એક ભાઈ હોય જેની જોડે આપડે લડીએ, જેની ચિંતા કરીએ, જેની ઈર્ષ્યા કરીએ, જેને પ્રેમ કરીએ …..એવું જ બહુ બધું …ખરેખરમાં બહું બધું નહિ પણ બધું જ.

લખવા બેસીએ જો તેમની પ્રત્યેક હરકતો, પ્રત્યેક ભાવ તો સાચે જ એક આખું પુસ્તક ભરાઈ જાય પણ તેમ છતાં એ બધામાંથી એક જે મને યાદ છે. ગઈકાલનો જ બનાવ.

…..હજી તો પરમદિવસે એ લોકો એમના દાદાના ઘરેથી આવ્યા હશે. આવ્યા હતા એની પાંચમી જ મિનીટે ઘરમાંથી સાયકલ કાઢીને રમવા લાગ્યા. કેટલી અદ્ભૂત સ્ફૂર્તિ!!

એમની જોડે બે નાની સાયકલ છે. એક normal નાની સાયકલ હોય એ અને બીજી એનાથી સહેજ નાની Tri-cycle (હેતાર્થ માટે ).

રમી લીધું. ઘરે ગયા. ઘરનો દરવાજો બંધ. આખી બપોર શાંતિ છવાઈ ગઈ. કદાચ ઊંઘી ગયા હોવા જોઈએ.

નિખાલસતા અને ઊંઘ – આ બે બાબતો તો બાળકોને વરદાનમાં મળેલી ભેટો છે.

સાંજે સાડા પાંચ વાગ્યેની આસપાસ હું મોઢું ધોઈને બહાર બેઠો હતો.

એટલામાં પેલા બે ભાઈઓ પોત પોતની સાયકલ લઈને આવી ચઢ્યા. એ જ બૂમાબૂમ , મસ્તી, ધક્કામ ધક્કી, રડા રડ …..

હવે આમાં બન્યું એવું કે હેતાર્થની Tri-cycle પારસની cycleના રસ્તામાં આવી ગઈ. પારસે ગુસ્સામાં જોરથી tri-cycleને લાત મારીને પાડી દીધી અને sideમાં કરી દીધી.

કેટલું અપમાનજનક!! (આ બધું આપડા માટે) હેતાર્થે એના મોટાભાઈ સામે મીટ માંડી રાખી. કશુંક observe કરતો હોય એમ ત્યાં જ થોડીક ક્ષણો ઉભો રહ્યો. પછી કશું જ ન બન્યું હોય એમ સાયકલ ઉંચી કરી રમવાનું ચાલુ….

હજી તો આ બન્યું જ હતું ત્યાં હેતાર્થની tri-cycleના આગળના wheelના cell પડી ગયા. (Light વાળી tri-cycle!!)

પારસે જોયું કે હેતાર્થ કઇક દુવિધામાં છે. તેની પાસે ગયો એટલે ખબર પડી ગઈ કે cell ગાયબ છે.

{સાલું આ જોરદાર. વગર કઈ કર્યા, વગર કઈ કહ્યા કે ઈશારા વગર જે એમની મૂક ભાષા હોય છે તે તો ગજબ છે.}

પારસે પોતાની સાયકલ બાજુમાં મૂકી આજુબાજુ cell શોધ્યા. જેવા cell મળ્યા કે એણે tri-cycleમાં લગાવી આલ્યા.

અને બંને જણા એકબીજાને જોઇને હસ્યા.

આ છે બે ભાઈ.

Leave a Reply