પુરુષ…..સ્ત્રી…..અને મર્દાનગી

મને હંમેશા આવો પ્રશ્ન મૂંઝવતો…..

“માદ*ચો$…….બે#$દ”

આવી ગાળો હું રોજ જ સાંભળતો…

આ ગાળોની બદલે “બાપ#$…… ભાઈ#$ કાં તો ફાધરચો#” આ પ્રકારની ગાળો કેમ ના બની ?

 

આ બધી ગાળો જેને પણ આપવામાં આવી હોય એના માં કાં તો બહેનને જ જતી હોય છે……અને સ્ત્રી એ કેવળ ‘સંભોગવસ્તુ’ છે એવું દર્શાવાય છે! આ ગાળો એમના બાપાને કે ભાઈને જતી નથી….અને તેના પોતાના પર તો નહિ જ. આવું કેમ…?

અને બહુ બહુ તો પુરુષને “છક્કા….ઈજડા..બાયલા” વગેરે વગેરે તૃતીયપંથી નામોથી અપમાનિત કરાય છે.

એટલે મુદ્દો પાછો ‘સ્ત્રીત્વ’ પર જ આવે.

‘સ્ત્રી’ તરીકે જન્મે આવું શું એ ગુન્હો છે..??

અને ‘પુરુષ’ તરીકે જન્મે આવું શું એ સર્વોચ્ચ પરાક્રમ છે..?

શું પુરુષ હોવું એટલે સ્ત્રી પર સત્તા ચલાવાનું લાયસન્સ છે..?

 

તો પછી સ્ત્રી માટે આવો અમાનુષી દ્રષ્ટિકોણ કેમ?

 

ઘરનું કોઈ છોકરું રડે…..દોસ્ત રડે…તો તેને “કેમ છોકરીયોની  જેમ રડે છે?” એવા શબ્દપ્રયોગ હંમેશા જ થતો હોય છે…

કેમ..?! શું ‘રડવું’ એ સ્ત્રીની અને ‘ન રડવું’ (ભલે પછી ગમે તેટલું દુ:ખ થાય) …એટલે પુરુષની નિશાની છે…?

કેમ ન રડી શકાય પુરુષોથી?

દુઃખ થાય તો તો જરૂર રડવું…..એકદમ ખુલીને રડવું જોઈએ!

 

મૂળમાં જે કોઈ ગરબડ છે ને….તે આ સડી ગયેલી ‘મર્દાનગી’ ની માનસિકતા માં છે.

પ્રોબ્લેમ છે તો સ્ત્રીને કેવળ “સંભોગવસ્તુ” તરીકે જોવાવાળા પુરુષના મગજમાં…!

તેના પર સત્તા ગજવી જોવાવાળી મનોવૃત્તિમાં..!

 

અને એટલે જ અહિયાં પુરુષો પર નહીવત (ના કહીએ તો પણ ચાલે) અને સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે…! અને બળાત્કારી વ્યક્તિ જીવનમાં ઉઠતો નથી…..માત્ર બળાત્કારપીડિતાને ન્યાય મળે કે ના મળે….તે કાયમ માટે સમાજ માટે નાલાયક ઠરે છે…ઉધ્વસ્ત થાય છે..!

 

કારણ પ્રશ્ન વિકૃત માનસિકતા અને કોઈ કોઈના પર સત્તા ગજવશે એની છે..!

 

ઘરે કપડા-વાસણ-જમવાનું-કચરા-પોતા…..બધે બધા કામો સ્ત્રી કરે છે…..

અને આ જ કામ બહાર પુરુષ પૈસા લઈને વ્યવસાય તરીકે કરે છે….

ક્યારેક ધોબી તરીકે, વેટર તરીકે……મહારાજ તરીકે…કાં તો સિપાહી તરીકે…!

 

“પૈસા મળે ત્યાં પુરુષ..!”

 

સ્ત્રીનું બધું આયુષ્ય એ પુરુષના વર્ચસ્વથી જોડાયેલું હોય છે.

સ્ત્રી એ કુમારી હોય છે….પ્રૌઢ કુમારિકા હોય છે…સૌભાગ્યવતી હોય છે..! તેની આ બધી અવસ્થા પુરુષના સંદર્ભમાં હોય છે…

સૌભાગ્યવતી, છુટા-છેડા થયેલ, વિધવા એવી જ કોઈ તે હોય છે…અને પુરુષ એ તેનો ‘માલિક’ હોય છે..!

 

અને આ વ્યવસ્થા ને લાભેલી સરસ મજાની ‘ધર્મ’ની વાર્તાઓ…..કે જેણે સરસ્વતીને વિદ્યાની દેવી બનાવી….પણ સ્ત્રીને ૧૮૪૮ પહેલા શીખવા દીધી નહિ…….કે જેણે તેણીને મહીશાસુરમર્દિની અને લક્ષ્મી બનાયી….પણ તેને ક્યારેય ન્યાય આપ્યો નહિ..!

કે જેણે ‘દહેજ પ્રથા’ પોષી…. ‘સતી પ્રથા’ પોષી…. ‘દૂધપીતી પ્રથા’ પોષી…..

કે જેણે સ્ત્રીના સુખ માટે પુરુષને કરવા પડે એવા એક પણ ‘વ્રત’ ની તજવીજ કરી નથી…..

કે જેણે સ્ત્રી હોઈ સ્ત્રીને જ માતાજી ના મંદિર માં પ્રવેશ નકાર્યો…!

કે જે આજે પણ માસિક ચક્રમાં હોય એ સ્ત્રીને મંદિરમાં આવા દેતા નથી નાતો ઘરે દેવ-પૂજા માટે પરવાનગી….! કે જે આજપણ પુરુષ ફક્ત ‘તલાક દિયા’ એવું કેહતા જ તલાક માન્ય કરે છે અને તેણીનો ગુજારો નકારે છે…!

કે જે ‘અગ્નિપરીક્ષા’ પણ તેણીને જ લેવડાવે ….અને તેના માટે ‘મર્યાદાપુરષોત્તમ’ એટલું બિરુદ જ કાફી છે…

તેણે એક મ્હાળસા હોવા છતાં બાનું લાવેલી સમાજ ને ચાલે છે…..પણ મ્હાળસાએ જો બીજા ખંડોબા શોધ્યા તો સમાજ ને ચાલશે કે કેમ એની જ શંકા છે.!

કારણ સડી ગયેલી માનસિકતા ‘પુરુષપણ’ની છે, માર્યાદિત કેમ ના હોય પણ સત્તા ભોગવાની છે… મર્દપણના અહંકારની છે. ….

 

 

બળાત્કાર સ્ત્રી પર થાય ….તે પુરુષ કરે …પણ એટલે બંધન કઈ પુરુષ પર નથી આવતું ….બંધન સ્ત્રી પર આવે છે… ‘ધર્મ’ તરીકે …!

ક્યાંક top to bottom બુરખા તરીકે …..ક્યાંક ‘ઘૂંઘટ’ તરીકે…. ‘સ્ત્રીભ્રૂણહત્યામાંથી’…અને બધી જગ્યા એ ‘सातच्या आत घरात’ (સાત વાગે એના પહેલા ઘરે) માંથી…!

 

લગ્ન બંનેના થાય પણ મંગળસૂત્ર….સિંદૂર….એ બધું તો  તેણીને જ પહેવું પડે છે…

‘પુરુષનું લગન થયેલ છે’ એ સમાજને બતાવવાની ગરજ ના લાગી…!!

 

લગન પછી પેલો પેલીને ગમે ત્યારે નજીક લે…અને પોતાની શારીરિક તરસ છીપાવે…..તેને સ્ત્રીની પરવાનગીની ગરજ લાગતી નથી….

પોતે તૃપ્ત થઇ જાય એટલે તેણીને બાજુમાં સરકાયી દેવાની…..

સ્ત્રીની તૃપ્તિ એવી કોઈ પરવાહ એને હોય જ નહિ…..!

9 મહિના 9 દિવસ ડુંટીથી માંડીને છાતી સુધી બાળક ને ‘સ્ત્રી’ મોટો કરે છે….તેને જન્મ આપે છે….તેનું પોષણ કરે છે…

પણ બાળકના આખ્ખા નામમાં માનો ક્યારેય ઉલ્લેખ હોતો જ નથી …

‘Family Planning’ માટે ઓપરેશન પણ સ્ત્રીનું જ થાય ….

પુરુષની ‘નસબંધી’ લગભગ થતી જ નથી …કે નથી જ .

 

કારણ ગરબડ છે .. ‘માનસિકતામાં..!’

 

શું ભાઈ….કઈ પણ શું બોલો છો? હવે ક્યાં રહ્યા એવા દિવસ…? હવે તો સ્ત્રી Prime minister- President પદ પર પહોંચી છે…સ્ત્રી હવે પુરુષના ખભાથી ખભો મલાવીને નોકરી કરે છે ને ….!

 

નોકરી કરે છે ને …..પણ અપવાદ બાદ કરતા ઘરે આવીને જમવાનું બનાવવાથી માંડીને ઘરના બધા કામ પણ એને જ કરવા પડે છે…કારણ કે તેનું એ કામ નથી…કારણ કે તે પુરુષ છે….!

 

પ્રશ્ન માનસિકતાનો છે….

‘સ્ત્રી મુંડન, દહેજ, સતી પ્રથા, શિક્ષણ બંધી અને એવાજ કેટલાક કહેવાયેલા દુષણો ધર્મ તરીકે ઉભા કરાયેલા અને સ્ત્રીનું ‘મનુષ્યપણ’ નકારેલા અમાનુષ પ્રથા તે-તે કાળના સમાજસુધારકો એ કાઢી નાખ્યા પણ સ્ત્રીને માત્ર ‘સંભોગવસ્તુ’ તરીકે સત્તા ગજવીને જોવાવાળી વિકૃત માનસિકતા આજપણ એવી જ છે…!

 

સુધારો જોઈએ …..

 

આ બધું ચાલે છે….આ પાછળનું કારણ ‘તે’ ચુપ છે…! તે આવજ ઉઠાવતી નથી …પ્રશ્ન પૂછતી નથી…. વિદ્રોહ કરતી નથી …. એ ચુપચાપ બધું સહન કરે છે…આ બંધનની બેડી એને ગજરો લાગે છે….એટલે એને માનસિક ગુલામગીરી લાગતી નથી……

 

એને ગરજ છે…

 

નવા આત્માનુભવની….

માનસિક ગુલામગીરીમાંથી બહાર પડવાની….

આ વ્યવસ્થાને પ્રશ્ન પૂછવાની….

સંભોગવસ્તુ તરીકે જોવાવાળી માનસિકતાના વિરોધ માં વિદ્રોહ કરવાની…

 

અને પુરુષ ને ગરજ છે….

 

તેને સ્ત્રી તરીકે નહિ તો at least  ‘માણસ’ તરીકે જોવાની..

‘પતિ’પણ છોડી ‘મનુષ્યપણ’ સ્વીકારવાની…

તેને સમજી લેવાની…

અને આ વિદ્રોહમાં તેણી પાછળ મક્કમ ઉભા રહેવાની …

 

 

 

ઉપર આલેખાયેલો પ્રત્યેક મુદ્દો સંઘર્ષ છે…

સંઘર્ષ તેણીનો છે….

અને એનાથી પણ વધુ તેનો છે…

કારણ ‘મર્દપણ’ છોડવું ખુબ મુશ્કેલ છે ….અને તેણીને ‘માણસ’ તરીકે ના હક મેળવી આપવા…!!!

હું પોતે લડું છું આ અમાનુષ માનસિકતા વિરુદ્ધ…

તેણીના ન્યાય માટે…તેણીના હકો માટે…તેણીના ‘મનુષ્યપણ’ માટે…..

 

અને મને આશા છે કે ….

આમાં બધા સહભાગી થશો…..

 

એક વાર વિચારી તો જુઓ .!!!!

 

 

 

લેખક : વિનાયક હોગાડે

અનુવાદ : વિપુલ વીર

5 Comments

 • alpesh solanki April 25, 2017 Reply

  It’s awesome post …bro… we have to understand about woman..

 • Ujjvalsinh Bihola April 26, 2017 Reply

  good thinking Vinayak , and great translation Mr. Veer

 • richa April 26, 2017 Reply

  superb writing..

 • Trushar May 6, 2017 Reply

  going good and correct ….!!!!!!!!!

 • Sisodiya vanraj May 9, 2017 Reply

  Nice translation mr .veer vipul

Leave a Reply